Connect Gujarat
વડોદરા 

વડોદરા : MS યુનિવર્સિટીના કેમ્પસમાં સિક્યોરિટીના અભાવે છેલ્લા 15 વર્ષમાં 50 થી 60 ચંદનના વૃક્ષોની ચોરી

વડોદરા શહેરમાં પુષ્પા રાજ જેવા ચંદન ચોરોનો તરખળાટ જોવા મળ્યો છે. શહેરની અંદર જ 2000 જેટલા ચંદન વૃક્ષો આવેલા છે

X

વડોદરા શહેરમાં પુષ્પા રાજ જેવા ચંદન ચોરોનો તરખળાટ જોવા મળ્યો છે. શહેરની અંદર જ 2000 જેટલા ચંદન વૃક્ષો આવેલા છે. પરંતુ તેમાં છેલ્લા 15 વર્ષમાં વડોદરામાંથી અંદાજે ચંદનના 60 વૃક્ષો ચોરાયા છે.

વડોદરા શહેર એ ગુજરાતનું એકમાત્ર એવું શહેર છે, જ્યાં 2 હજાર જેટલાં ચંદનનાં વૃક્ષો છે, જેથી 'પુષ્પ'રાજ જેવા ચંદનચોરો અને તેમની ટોળકીઓ માટે શહેરનો કમાટીબાગ અને MS યુનિવર્સિટી હંમેશા સોફ્ટ ટાર્ગેટ રહ્યા છે. છેલ્લા 15 વર્ષમાં વડોદરામાંથી અંદાજે ચંદનના 60 વૃક્ષો ચોરાયા છે. ચંદન ચોરો માત્ર ચાર મિનિટમાં આ ચોરીને અંજામ આપે છે. એક વૃક્ષના લાકડાનાં આશરે રુ. 6 લાખથી લઇને 42 લાખ સુધી ઉપજે છે.વડોદરામાં ચંદનનાં સૌથી વધુ વૃક્ષો MS યુનિવર્સિટીમાં છે. યુનિવર્સિટીના બૉટનિકલ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ હેડ અને નિવૃત્ત પ્રોફેસર અરૂણ આર્યએ જણાવ્યું હતું કે, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) કર્ણાટકના રાજા જયચામરાજ વાડિયારને મૈસુર મળવા ગયા હતા, ત્યાંથી ત્રણથી ચાર ચંદનના વૃક્ષો લાવ્યા હતા.

આ ચંદનના વૃક્ષોને લક્ષ્મી વિલાસ પેલેસ અને કમાટીબાગમાં લગાવવામાં આવ્યા હતા. સમગ્ર વડોદરા શહેરમાં ચંદનના 2 હજાર જેટલા વૃક્ષો હશે. કારણ કે એમ.એસ.યુનિવર્સિટીના વિવિધ કેમ્પસમાં જ ચંદનના 800 વૃક્ષો છે.ત્યારે અરુણ આર્યના કહ્યા મુજબ જો ચોરી અટકાવી હોય તો ચંદનના ઝાડને લોખંડનો ડ્રિલ વડે નીચેથી ઢાંકવી પડે જેથી આરી કે કટર કોઈ પણ વસ્તુ લોખંડ પર કાપી ન શકીએ, સાથે જ યૂનિવર્સિટીમા છેલ્લા ઘણા વર્ષોથી વર્ષે 2 કે 3 વૃક્ષો સરેરાશ ચોરાતા હોય છે, તો ત્યાં સિક્યોરિટી ગાર્ડ પણ મૂકવા જોઈએ, જેથી વૃક્ષો ચોરાતા અટકી શકે છે.

Next Story