8 પાસ શાતિર ચોરની કરામત
8 હેરિયર કારની કરી ચોરી
એક મિનિટમાં જ અજમાવતો કસબ
હેરિયર ચોરીને રાજસ્થાનમાં વેચતો
ક્રાઇમ બ્રાન્ચે કરી રીઢા ચોરની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા દોઢ વર્ષમાં વડોદરા, હાલોલ અને સુરતમાંથી 8 ટાટા હેરિયર કારની ચોરી કરતા રીઢા ગુનેગાર રતનસિંહ મીણાની ધરપકડ કરી છે.8 પાસ શાતિર ચોરની કરામતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા દોઢ વર્ષમાં વડોદરા, હાલોલ અને સુરતમાંથી 8 ટાટા હેરિયર કારની ચોરી કરતા રીઢા ગુનેગાર રતનસિંહ મીણાની ધરપકડ કરી છે.રતનસિંહે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણા સહિતના રાજ્યોમાં 70થી વધુ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે.
ધો.8 પાસ રતનસિંહ ઉર્ફે શેરસિંહ મીણા રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે. તે મોજ શોખ કરવા માટે મોંઘીદાટ કાર ચોરી કરતો અને એક લાખથી બે લાખ રૂપિયામાં વેચી મારતો હતો. જોકે તેણે વડોદરા, હાલોલ, કાલોલ, અને સુરતમાંથી 8 ટાટા હેરિયર કાર ચોરી કરી છે. આ ટાટા હેરિયર કાર ચોરી કરવા પાછળનું મુખ્ય કારણ કારની ડિકી છે. આ કારની ડિકી મોટી આવે છે.આરોપીએ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં 76 જેટલી વિવિધ કાર ચોરીના ગુનાને અંજામ આપ્યો છે.
તે શહેરના વિવિધ વિસ્તારોમાં હરતો ફરતો રહેતો અને હોટલોમાં રોકાતો હતો. આ દરમિયાન કારની રેકી કરતો હતો અને જ્યાં પણ ટાટા હેરિયર કાર દેખાય કે તરત જ તે ચોરી કરવાનો પ્રયાસ કરતો હતો. કાર ચોરી કરવા માટે રતનસિંહ મીણા હંમેશાં તેની પાસે માસ્ટર કી, ઇલેટ્રોનિક ડિવાઇસ, ફોર-વ્હીલરની સેન્સરવાળી ચાવી, વાયર કટર, ડિસમિસ રાખતો હતો. ટાટા હેરિયરમાં કોઈ લૂપ નહોતી તેમ છતાં તે આ કારને સરળતાથી ચોરી કરી લેતો હતો અને ત્યારબાદ એને રાજસ્થાનમાં પહોંચાડી દેતો હતો.હાલ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે રતનસિંહ મીણાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.