વડોદરા : ન્યુ VIP રોડ પરથી 12 ફૂટ લાંબા મગરનું રેસક્યું કરાયું, વન વિભાગે સલામત સ્થળે મુક્ત કર્યો...

શહેરના ન્યુ વીઆઇપી રોડ પરથી 12 ફૂટ લાંબા મહાકાય મગરનું વાઇલ્ડ લાઇફ રેકસ્યું ટ્રસ્ટ દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું.

New Update
વડોદરા : ન્યુ VIP રોડ પરથી 12 ફૂટ લાંબા મગરનું રેસક્યું કરાયું, વન વિભાગે સલામત સ્થળે મુક્ત કર્યો...

વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પરથી 12 ફૂટ લાંબા મહાકાય મગરનું વાઇલ્ડ લાઇફ રેકસ્યું ટ્રસ્ટ દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મગરને સલામત સ્થળે ખસેડવા માટે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

વડોદરામાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં મગર રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે, વડોદરામાં સુનિયોજીત રીતે જીવદયા માટે કામ કરતી સંસ્થાઓ હોવાના કારણે મગર અને માનવ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ જવલ્લેજ સામે આવતી હોય છે. તાજેતરમાં શહેરના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં આવેલા શ્રીમય વિલાની બહાર મસમોટો મગર આરામ ફરમાવતો હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. જેના કારણે રજાના દિવસે મગર તો શાંત દેખાતો હતો, પરંતુ તેની જાણ થતા જ સ્થાનિકોના જીવ અદ્ધર થયા હતા. જે બાદ મગરને રેસક્યું કરવા માટે વાઇલ્ડ લાઇફ રેસક્યું ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી. રેસક્યું કોલ મળતા જ ટીમના મેમ્બર્સ અને વન વિભાગના કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને મગરને પકડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં 2 કલાકની ભારે મહેનત બાદ 12 ફૂટ લાંબા મહાકાય મગરને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. આ મગરને સાવચેતી પૂર્વક રેસક્યું કરીને તેને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.