/connect-gujarat/media/post_banners/a6581ed6e5b68bc75c7a86b0e1e1c17d0466b24f226c2945c0168bbdf21e3e4d.jpg)
વડોદરાની SSG હોસ્પિટલ ખાતે 57 વર્ષીય વ્યક્તિનું H1N1 વાઇરસના કારણે મોત નિપજતા પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો હતો.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય વ્યક્તિને H1N1ના લક્ષણો જાણતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી પણ હતી. જેને H1N1 ઉપરાંત અનેક બીમારીઓની સારવાર આપવામાં આવી રહી હતી. ખાનગી હોસ્પિટલ દ્વારા તેઓને વધુ સારવાર અર્થે મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી SSG હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં SSG હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ, 57 વર્ષીય મોભીનું મોત નીપજતા પરિવારમાં ઘેરો શોક જોવા મળ્યો હતો.