વડોદરા : સુંદરપુરા ગામની ૭ વર્ષીય બાળકીને શ્વાને બચકું ભરતા અંગૂઠાનો ભાગ જ તોડી નાખ્યો,ગ્રામજનોમાં ભયનો માહોલ

ગામમાં ઘરની પાછળના ભાગે રમી રહેલી બાળકીને શ્વાને બચકુ ભરતા બાળકીનો અંગૂઠાનો આગળનો ભાગ તોડી નાખ્યો હોવાથી બાળકીને સારવાર માટે સયાજી હોસ્પિટલમા ખસેડાઈ હતી.

New Update
વડોદરા : સુંદરપુરા ગામની ૭ વર્ષીય બાળકીને શ્વાને બચકું ભરતા અંગૂઠાનો ભાગ જ તોડી નાખ્યો,ગ્રામજનોમાં ભયનો માહોલ

વડોદરા નજીકના સુંદરપુરા ગામમાં ઘરની પાછળના ભાગે રમી રહેલી બાળકીને શ્વાને બચકુ ભરતા બાળકીનો અંગૂઠાનો આગળનો ભાગ તોડી નાખ્યો હોવાથી બાળકીને સારવાર માટે સયાજી હોસ્પિટલમા ખસેડાઈ હતી.

વડોદરા શહેર નજીકના સુંદરપુરા ગામની નવી નગરીમાં પરિવાર સાથે રહેતી ૭ વર્ષીય બાળકી તેના ઘરની પાછળ રમી રહી હતી ત્યારે એકાએક દોડતા આવેલા શ્વાને બાળકીના હાથના અંગૂઠાના આગળના ભાગે બચકુ ભરીને અંગૂઠાનો આગળનો ભાગ તોડી લીધો હતો . બીજી અન્ય બાળકીઓએ જોરથી ચીસ પાડતા ઘરના સભ્યો અને પાડોશીઓ દોડી આવ્યા હતા. માસૂમ બાળકીને સારવાર માટે સયાજી હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી. બનાવની જાણ વાયુવેગે ગામમા ફેલાઈ જતા ગ્રામજનોમાં પોતાના નાના બાળકોને લઈને ભયનો માહોલ જોવા મળ્યો હતો . ઉલ્લેખનિય છે કે , હરણી વિસ્તારના સવાદ ક્વાટર્સમાં ચાર દિવસ અગાઉ રખડતા શ્વાને પાંચ વ્યક્તિઓને બચકા ભર્યા હતા . જેથી આ વિસ્તારમાં બાળકો પણ ઘરની બહાર રમવા માટે નીકળી શક્તા નથી અને રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો .