/connect-gujarat/media/post_banners/28230d5c1bfb8b981638d5412dbb9751cb198677ceb43f707b0f673cdf8a873e.jpg)
ગુજરાત સાથે વડોદરા ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણીને લઈ સજ્જ બન્યું છે ત્યારે લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આત્મીય હોલ ખાતે ક્લસ્ટર બેઠક આયોજિત કરાઈ
આગામી લોકસભા ચૂંટણી લઈ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે વડોદરા લોકસભા બેઠકની ક્લસ્ટર મિટિંગ પૂર્વ ગૃહમંત્રી અને વડોદરા લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આત્મીય હોલ ખાતે આયોજિત કરાઈ હતી. જેમાં પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાતમાં ભાજપ ૨૬ માંથી ૨૬ બેઠક જીતશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ક્લસ્ટર બેઠકમાં ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા, લોકસભા પ્રભારી ભરતસિંહ પરમાર, લોકસભા સંયોજક ભરત શાહ બેઠકમાં હાજર શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયા સહિતના ભાજપના આગેવાનો બેઠકમાં હાજરી આપી હતી..