વડોદરા: વાંચતા પણ ન આવડતું હોય એ પાંચ વર્ષની બાળાએ માતા પાસેથી શીખ્યા સંસ્કૃતના શ્લોક,ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું નામ

વડોદરામાં પાંચ વર્ષની બાળકીએ સંસ્કૃત શ્લોકમાં રેકોર્ડ નોંધાવ્યો છે. આ બાળકીએ  માત્ર 2.49 મિનિટમાં કૃષ્ણાષ્ટકમના 9 શ્લોકનું પઠન કરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ  નોંધાવ્યું છે.

New Update

વડોદરામાં પાંચ વર્ષની બાળકી બોલે છે સંસ્કૃતના શ્લોક 

કૃષ્ણાષ્ટકમ,શિવ તાંડવ અને ગીતાના અધ્યાયનું કરે છે પઠન 

હજી વાંચતા આવડતું નથી પરંતુ માતા પાસેથી શીખ્યા શ્લોક 

માતા શ્લોક બોલે છે એ કંઠસ્થ કરીને બાળકી સંસ્કૃતના શ્લોક શીખી 

2.49માં કૃષ્ણાષ્ટકમનું પઠન કરીને નોંધાવ્યું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ 

વડોદરામાં પાંચ વર્ષની બાળકીએ સંસ્કૃત શ્લોકમાં રેકોર્ડ નોંધાવ્યો છે. આ બાળકીએ  માત્ર 2.49 મિનિટમાં કૃષ્ણાષ્ટકમના 9 શ્લોકનું પઠન કરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ  નોંધાવ્યું છે.
કહેવાય છે કે સંસ્કૃત ભાષા પૌરાણિક છે,અને વિશ્વની પ્રથમ ભાષા છે,આજના ગતિશીલ યુગમાં સંસ્કૃત ભાષા લુપ્ત થઈ રહી છે,બાળકોમાં પણ સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવવું એ માત્ર શાળાના અભ્યાસ પરંતુ જ સિમિત રહ્યું છે,જ્યારે અંગ્રેજી ભાષાનો ક્રેઝ નાના બાળકોથી લઈને સૌ કોઈ માં જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરામાં રહેતી પાંચ વર્ષની વેદા હિરપરા સંસ્કૃત શ્લોકનું પઠન કરી રહી છે. જ્યારે તે બે વર્ષની હતી, ત્યારે તેની માતાએ તેને વિવિધ સંસ્કૃત શ્લોક શીખવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે વેદાએ  કૃષ્ણાષ્ટકમ, શિવ તાંડવ સ્તોત્ર અને ગીતાના બે અધ્યાય શીખ્યા છે. વેદાએ હાલમાં જ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્માં પોતાનું નામ નોંધાવ્યું છે. તેને માત્ર 2.49 મિનિટમાં કૃષ્ણાષ્ટકમના 9 શ્લોક વાંચીને આ સિદ્ધિ મેળવી છે. જ્યારે પણ માતા અને પુત્રીને સમય મળે છે ત્યારે માતા ફાલ્ગુની  શ્લોક શીખવે છે. જો કે વેદાને હજી વાંચતા નથી આવડતું, પરંતુ તેની માતા શ્લોક બોલે છે તેમ તે શ્લોકને કંઠસ્થ કરીને બોલે છે.
સંસ્કૃત પ્રત્યે બાળકોનું આકર્ષણ ઘટી રહ્યું છે,તેથી માતા-પિતા બંને તેમના બાળકોને સનાતન હિન્દુ ધર્મ શીખવા માટે સંસ્કૃત શ્લોક શીખવે છે તે સારી વાત છે. જ્યારે વેદા કૃષ્ણાષ્ટકમ અને શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરે છે, ત્યારે એવું લાગે છે કે માતા સરસ્વતી તેનામાં ભળી ગયા છે. વેદાને 100 થી વધુ શ્લોક કંઠસ્થ છે.
ઉલ્લેખનીય છે કે વિદેશમાં હિન્દુ સંસ્કૃતિ ભણાવવામાં આવે છે પણ ભારતમાં સંસ્કૃત ભણવા કોઈ ઈચ્છતું નથી, તો આપણી વર્ષો જૂની સંસ્કૃતિને બચાવવા માટે માતા-પિતાએ પોતાના બાળકોને સંસ્કૃતનું શિક્ષણ આપવું પણ અનિવાર્ય બની ગયું છે.
Read the Next Article

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડે શરૂ કરી તપાસ

બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

New Update
bomb

વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેમાં આરડીએક્સ વડે બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ધમકીના પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ,બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ અગાઉ બે અઠવાડિયામાં ત્રણ અલગ-અલગ સ્કૂલો આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. જેથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.અને તપાસ શરૂ કરી છે.