વડોદરા: તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

દેશના રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

New Update

દેશના રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

દેશની આઝાદીના 78માં અણમોલ અવસરની ઉજવણીની શરૂઆત  વડોદરાના નવલખી મેદાન ખાતેથી નીકળેલી ભવ્ય ત્રિરંગા યાત્રા કિર્તી સ્થંભ, રાજમહેલ રોડ, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, શહિદ ભગતસિંહ ચોક, સુરસાગર થઇ મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે સંપન્ન થઇ હતી. આ ત્રણ કિલોમીટરના અંતરમાં બે કિલોમીટરની ભવ્ય ત્રિરંગા યાત્રા માર્ગો ઉપર નીકળી હતી. આ યાત્રાની શરુઆત ‘ભારત માતા કી જય’ અને આઝાદીના ગીતો સાથે થઈ હતી. નવલખી મેદાન ખાતેથી નીકળેલી ભવ્યાથી ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ત્રિરંગા સાથે જોડાયા હતા. આઝાદીના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રાના પગલે સમગ્ર શહેર દેશભક્તિમાં રંગાઈ ગયું હતું. આ ત્રિરંગા યાત્રાને રાજ્યના ગૃહ મંત્રીએ ત્રિરંગો ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
#Gujarat #CGNews #Vadodara #Tiranga Yatra #Har Ghar Tiranga
Here are a few more articles:
Read the Next Article