Connect Gujarat
વડોદરા 

વડોદરા : સિટી બસની અડફેટે વિદ્યાર્થિનીના મોત બાદ RTO ઇન્સ્પેક્ટરે બસની ચકાસણી કરતાં થયો નવો ખુલાસો...

વડોદરામાં સિટી બસની અડફેટે સુરતની યુવતીનું મોત નીપજયું હતું, ત્યારે આ મામલે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા અકસ્માત સર્જનાર બસની ચકાસણી કરતા તે યોગ્ય રીતે કામ કરતી હોવાનું જણાયું હતું.

X

વડોદરામાં સિટી બસની અડફેટે સુરતની યુવતીનું મોત નીપજયું હતું, ત્યારે આ મામલે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા અકસ્માત સર્જનાર બસની ચકાસણી કરતા તે યોગ્ય રીતે કામ કરતી હોવાનું જણાયું હતું. જોકે, બસ ચાલકની જ નિષ્કાળજી જવાબદાર હોવાનું ફલિત થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના જનમહેલ સ્થિત સિટી બસ સ્ટેન્ડમાં ગત મંગળવારે સિટી બસની અડફેટે મૂળ સુરતના અમરોલીની અને એમ.એસ.યુનિ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શિવાની સોલંકીનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે બસ ચાલકની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા બસની બ્રેક લાગી ન હોવાનો લૂલો બચાવ કર્યો હતો. જોકે મળતી માહિતી અનુસાર, ગુરુવારના રોજ આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા અકસ્માત સર્જનાર બસને 40ની સ્પીડે દોડાવી ચકાસણી કરતા બ્રેક યોગ્ય રીતે કામ કરતી હોવાનું જણાયું હતું. જેના પગલે સિટી બસ ચાલકની જ નિષ્કાળજી જવાબદાર હોવાનું ફલિત થયું છે, ત્યારે સયાજીગંજ પોલીસ દ્વારા યુવતીના પરિવારજનો ઉપરાંત અકસ્માતને નજરે જોનારાઓના પણ નિવેદન લેવાશે. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરટીઓનો રિપોર્ટ આવ્યા બાદ તપાસને વધુ વેગીલી બનાવાશે.

Next Story