New Update
/connect-gujarat/media/post_banners/4a1fca7120405ead8764dff70ac0d8bde08e1f9eb3a9bc89e41856ec0edfa49c.jpg)
વડોદરા જિલ્લાના કરોડિયા ગામમાંથી જવાહરનગર પોલીસે શરાબનું ગોડાઉન ઝડપી લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના કરોડિયા ગામમાંથી જવાહરનગર પોલીસે શરાબનું ગોડાઉન ઝડપી લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યાં ઓરડીમાં ભોંયરું બનાવી શરાબનો જથ્થો સંતાડ્યો હતો. જવાહરનગર પોલીસે લિસ્ટેડ બુટલેગરની વિદેશી શરાબની 145 પેટી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, SMCની ઉપરાછાપરી રેડ બાદ જવાહરનગર પોલીસ જાગી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. જોકે, પોલીસે દારૂનો જથ્થો તો જપ્ત કર્યો છે, પરંતુ લિસ્ટેડ બુટલેગર ફરાર થઈ ગયો હતો.
Latest Stories