વડોદરા : છાણી તળાવમાં પશુઓ વિહરતા સિક્યુરિટી એજન્સીને કોર્પોરેશને ફટકાર્યો રૂ. 1 લાખનો દંડ...

તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફીકેશન કરાયેલા વડોદરા શહેરના છાણી તળાવમાં પશુઓ વિહરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

વડોદરા : છાણી તળાવમાં પશુઓ વિહરતા સિક્યુરિટી એજન્સીને કોર્પોરેશને ફટકાર્યો રૂ. 1 લાખનો દંડ...
New Update

તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફીકેશન કરાયેલા વડોદરા શહેરના છાણી તળાવમાં પશુઓ વિહરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આ અંગે બેદરકારી દાખવવા બદલ સિક્યુરિટી એજન્સીને કોર્પોરેશને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટી એજન્સી સૈનિકને ફરજમાં બેદરકારી દાખવવા બદલ રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાલિકાની અલગ-અલગ મિલકતની સાચવણી માટે સૈનિક સિક્યુરિટી નામક એજન્સીને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યાં છાણી તળાવ ખાતે પાલિકાના અધિકારી મંગેશ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતાં ફરજ દરમિયાન બેદરકારી જોવા મળી હતી. છાણી તળાવ ખાતે રખડતા ઢોરો જોવા મળતા સૈનિક સિક્યુરિટી એજન્સીને રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

#Connect Gujarat #BeyondJustNews #Vadodara #animals #fined #security agency #Rs. 1 lakh fine #Chani Talav
Here are a few more articles:
Read the Next Article