વડોદરા: કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના કમકમાટીભર્યા મોત

વડોદરા શહેરના અટલાદરમાં કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 5 લોકોના મોત છે.

New Update
વડોદરા: કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના કમકમાટીભર્યા મોત

વડોદરા શહેરના અટલાદરમાં કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 5 લોકોના મોત છે. મૃતકમાં પતિ-પત્ની સહિત ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ મૃતદેહોને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

રાજ્યમાં ગંભીર અકસ્માતનો સિલસિલો ચાલુ છે અને એક પછી એક અકસ્માતના બનાવ બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી અકસ્માતની ઘટના બની રહી છે ત્યારે ગુરુવારે રાતે વધુ એક અકસ્માતની ઘટના વડોદરાના અટલાદર પાદરા રોડ પર બની છે. રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારને કાળ ભરખી ગયો છે. અકસ્માતના પગલે મોડીરાતે રોડ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લોકટોળાને શાંત પાડી મૃતદેહ અને ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટમાં ખસેડી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં ત્રણ લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા હતા જ્યારે બે બાળકોને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યા હતા.

Read the Next Article

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડે શરૂ કરી તપાસ

બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

New Update
bomb

વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેમાં આરડીએક્સ વડે બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ધમકીના પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ,બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ અગાઉ બે અઠવાડિયામાં ત્રણ અલગ-અલગ સ્કૂલો આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. જેથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.અને તપાસ શરૂ કરી છે.