વડોદરા: પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા ધક્કામુક્કી, અફરાતફરીનો માહોલ

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા માટે આજે લોકોની લાંબી લાંઈન લાગી સાથે જ ભારે ધમાચકડી મચી હતી.

New Update
વડોદરા: પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા ધક્કામુક્કી, અફરાતફરીનો માહોલ

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા માટે આજે લોકોની લાંબી લાંઈન લાગી સાથે જ ભારે ધમાચકડી મચી હતી.ભારે ધક્કામુકી થતા અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. પોલીસે ઘટના સ્થળે આવી પરિસ્થિતી પર કાબૂ મેળવ્યો હતો.

વડોદરા કોર્પોરેશનની રાવપુરા ખાતેની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાની ઓફીસ બહાર છેલ્લા બે દિવસથી વહેલી સવારથી આવાસોના ફોર્મ મેળવવા માટે લાભાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. અને માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. લોકોએ સવારના સાત વાગ્યાથી લાઈન લગાવી હતી અને આ લાઈન દાંડિયા બજાર વિસ્તાર સુધી પહોંચી જતા અને લોકોનો ધસારો થતાં પોલીસને બોલાવવી પડી હતી. લાભાર્થીઓના ભારે ઘસારાના પગલે 31 ડિસેમ્બર સુધી ફોર્મનું વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે. સમગ્ર મામલે પરિસ્થિતી એટલી ખરબા થઈ ગઈ હતી કે ધક્કામુક્કીમાં અમુક મહિલાઓ નીચે પડી જેમા તેમના પર બીજી મહિલાઓ ધક્કામુક્કીમાં ચઢી ગઈ જેના આ મામલો વધારે વણસી ગયો અને તે સમયે પોલીસ ફોર્સ પણ ઓછી પરિસ્થિતી કાબૂ કરવા ઓછી પડી હતી.દરમિયાન આજરોજ વહેલી સવારથી લાઇનમાં ઊભી રહેલી મહિલાનો ટોકન મેળવવા માટે બે કલાક બાદ નંબર આવતા કચેરીના સત્તાધીશોએ નવેસરથી લાઇન શરૂ કરાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. અને તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી. તો બીજી તરફ કચેરીમાં ટોકન એલોટ કરી રહેલા ખાનગી વ્યક્તિ બાબતે ભારે હોબાળો થતાં પોલીસ દોડી આવી હતી. અને યુવકની અટકાયત કરી હતી.

Latest Stories