વડોદરા : વાઘોડિયા નજીક દશામાઁના મઢે સાંઢણીની ડાબી આંખમાંથી વહેતી ઘીની ધારા.. જાણો અનેરું મહત્વ

દશામાઁના વ્રત નિમિત્તે દર વર્ષે સાંઢણીની ડાબી આંખ માંથી ઘીની ધારા વહે છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા ઉમટી પડે છે.

New Update
વડોદરા : વાઘોડિયા નજીક દશામાઁના મઢે સાંઢણીની ડાબી આંખમાંથી વહેતી ઘીની ધારા.. જાણો અનેરું મહત્વ

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ડી-માર્ટની સામે મનન પાર્ક દશામાનો 35 વર્ષ જૂનો મઢ આવેલો છે. જેમાં દશામાઁના વ્રત નિમિત્તે દર વર્ષે સાંઢણીની ડાબી આંખ માંથી ઘીની ધારા વહે છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા ઉમટી પડે છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ડી-માર્ટની સામે મનન પાર્ક દશામાઁનો મઢ આવેલો છે, ૩૫ વર્ષથી માતાજી આરાધના કરવામાં આવે છે. દશામાઁના મઢમાં દર વર્ષે દશામાઁની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. જ્યાં સાંઢણીની ડાબી આંખમાંથી ઘીની ધારા વહે છે. માઁનો પરચો વર્ષ દરમિયાન મંગળવાર અને રવિવાર એ કંકુ વહે છે. દશામાઁ અહી સીતામાના રૂપે પધાર્યા છે. 

એક ધાર્મિક માન્યતા મુજબ વર્ષો પહેલા બોડેલીમાં રહેતા એક મુસ્લિમ અબ્દુલભાઇને રાતે સ્વપનું આવ્યું હતું. જ્યાં મંદિરની સામે આવેલ મુખ્ય માર્ગ પર ખાડો કરતા ખાડામાંથી મહાકાલીમાઁ, મેલડીમાઁ, નાગદેવતા, અંબેમાઁ સહિતની માતાજીની મૂર્તિ નીકળી હતી. જે મૂર્તિઓ આજે પંચમંદિરમાં સ્થાપના કરવામા આવી છે. દૂર-દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. નિઃસંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે. લોકોના દુઃખડા માતાજી ભાંગે છે. ત્યારે બીજી તરફ દશામાની દસ દિવસની ઉજવણી કરાઇ રહી છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

Latest Stories