Connect Gujarat
વડોદરા 

વડોદરા : નાડિયા સમાજ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય...

વડોદરા શહેરમાં વસતા નાડિયા સમાજ દ્વારા ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

X

વડોદરા શહેરમાં વસતા નાડિયા સમાજ દ્વારા ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે નાડિયા સમાજ દ્વારા યોજાયેલ ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ દરમ્યાન સુરત નાડિયા સમાજ સહિત કુલ 20 ટીમો સહભાગી થઈ છે. ખેલ તથા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની સાથે સમાજની એકતા અને સંગઠન માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત નાડિયા સમાજના આગેવાનો દ્વારા વિવિધ ક્ષેત્રે જેવા કે શૈક્ષણિક, સામાજિક તથા ખેલ ક્ષેત્રે સમાજને આગળ લાવી વિકાસ કરવાનો રહ્યો છે. આ ટુર્નામેન્ટ દરમ્યાન વડોદરા નાડિયા સમાજના આયોજકો સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story