/connect-gujarat/media/post_banners/ac1195dc2cdcabd529016425a198bc16445efb1ee73fe3d6d4c3462b8e79e171.webp)
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગોસિન્દ્રા ગામની સીમમાં શેરડી ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગોસિન્દ્રા ગામની સીમમાં આવેલ શેરડીના ખેતરમાં શેરડી ભરી રહેલી ટ્રકમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. ટ્રકમાં લાગેલી આગમાં શેરડીનો જથ્થો બળીને ખાક થઇ જવા પામ્યો હતો.
બનાવની જાણ કરજણ ફાયર વિભાગને કરાતા ફાયર કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ફાયર કર્મીઓએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ આગમાં ટ્રક તેમજ શેરડીને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું.