Connect Gujarat
વડોદરા 

વડોદરા : પડતર માંગોને લઈ શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા રામધૂન યોજી અનોખો વિરોધ દર્શાવાયો…

જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પોતાના પડતર પ્રશ્નોની માંગણીઓને લઈને રામધૂન યોજી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

X

વડોદરા શહેર-જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પોતાના પડતર પ્રશ્નોની માંગણીઓને લઈને રામધૂન યોજી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

રાજ્યભરમાં શિક્ષકો પોતાના પડતર પ્રશ્નોને લઈને કેટલાય સમયથી લડત આપી રહ્યા છે. શિક્ષણ મંત્રી દ્વારા 3-3 વખત તેઓના પ્રશ્નોનો સ્વીકાર કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. છતાં હાલ સુધી કોઈપણ માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો નથી, ત્યારે વડોદરા શહેર-જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સરદાર છાત્રાલય ખાતે શિક્ષકો દ્વારા રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં પોતાનો વિરોધ નોંધાવી ચૂંટણી પહેલા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.

Next Story