વડોદરા : દૂધ લેવા નીકળેલી મહિલાને બાઈકચાલકે ફંગોળી, બન્નેનું ઘટના સ્થળે મોત...

જૂના પાદરા રોડ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલા બાઈકચાલકે મહિલાને એડફેટે લેતાં બન્નેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

New Update
વડોદરા : દૂધ લેવા નીકળેલી મહિલાને બાઈકચાલકે ફંગોળી, બન્નેનું ઘટના સ્થળે મોત...

વડોદરા શહેરના જૂના પાદરા રોડ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલા બાઈકચાલકે મહિલાને એડફેટે લેતાં બન્નેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના જૂના પાદરા રોડ ઉપર વહેલી મંજુલા પટેલ નામની મહિલા દૂધ લેવા નીકળ્યા હતા, ત્યારે અક્ષર ચોક તરફથી બાઈક લઈને પૂરપાટ આવી રહેલા બાઇકચાલક રાધવ ખેરસિંગરે મહિલાને અડફેટમાં લીધી હતી. આ ઘટનામાં મહિલાનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ સાથે જ મોટરસાઇકલ ચાલક પણ રોડ ઉપર પટકાતાં તેનું પણ સ્થળ પર મોત નીપજ્યું હતું. બનાવના પગલે વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં બન્નેના મૃતદેહોને એમ્બ્યુલન્સ બોલાવીને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અકસ્માત બાદ ફુલ સ્પીડમાં બાઈક અથડાતી હોવાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. બનાવના પગલે પરિવારજનો અને સોસાયટીના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અરેરાટી ફેલાવી દેનાર બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, મરનાર યુવાન મૂળ મધ્યપ્રદેશનો છે, અને તેની માતા વિધવા છે. માતા MPથી વડોદરા આવવા નીકળી ગયાં છે. યુવાન એકલો રહેતો હતો અને સવારે નોકરી જવા નીકળ્યો તે દરમ્યાન આ ઘટના સર્જાય હતી.

Advertisment
Read the Next Article

વડોદરા : મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બે મહિલાઓનો હોબાળો,પોલીસે મહિલાઓ સહિત તેમના પતિને કર્યા ડિટેઇન

વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાર્યક્રમમાં બે મહિલાઓએ હોબાળો કર્યો હતો.અને સીએમને કોઈ મળવા નથી દેતા તેવી રજૂઆત કરી હતી.

New Update
  • સીએમના કાર્યક્રમમાં થયો હોબાળો

  • બે મહિલાઓએ સીએમને કરી રજૂઆત

  • હરણી બોટકાંડની બે મહિલાઓએ મચાવ્યો હોબાળો

  • મુખ્યમંત્રીએ મહિલાઓને કાર્યક્રમ બાદ મળ્યા

  • પોલીસે મહિલાઓ સહિત તેમના પતિને કર્યા ડિટેઇન 

Advertisment

વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાર્યક્રમમાં બે મહિલાઓએ હોબાળો કર્યો હતો.અને સીએમને કોઈ મળવા નથી દેતા તેવી રજૂઆત કરી હતી. મહિલાઓની રજૂઆત સામે CMએ કાર્યક્રમ પછી મળવા અંગે જણાવ્યું હતું.

વડોદરાના દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં મુખ્યમંત્રી દ્વારા રૂપિયા  1,156 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાનું ભાષણ આપી રહ્યા હતા,ત્યાં અચાનક જ હરણી બોટકાંડની બે મહિલા બોલવા માંડી હતી કે દોઢ વર્ષથી મળવા માંગીએ છીએકોઈ મળવા દેતું નથી.

ત્યારબાદ મુખ્ય પ્રધાને કહ્યુંતમે કોઈ એજન્ડા સાથે પ્રીપ્લાનથી આવ્યા છોમને મળીને જ જજો.આવાસ યોજનાના મકાન ન ફાળવવા બાબતે સંધ્યા નિઝામા અને સરલા શિંદેએ ચાલુ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.

મુખ્ય પ્રધાનનું સંબોધન પૂર્ણ થતાં બંને મહિલા ફરી ઉભી થઈ હતી અને રજૂઆતનો પ્રયાસ કરતા પોલીસ બંને મહિલા સંધ્યા નિઝામા અને સરલા શિંદેને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી. બાદમાં મુખ્ય પ્રધાને બંને મહિલાને મળવા બોલાવી હતી. બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા હતા.

વિવાદ બાદ કલ્પેશ નિઝામાએ જણાવ્યું કેમારા પત્નીને ડિટેઇન કરવામાં આવ્યા હતા. અમે બાળકોને ગુમાવ્યા છે એટલે અમે ગુનેગાર છીએ. અમારી વાત કોઈ સાંભળતું નથી. અમને નજરકેદ કરવામાં આવે છેશું અમે આતંકવાદી છીએગુનેગાર છીએપોલીસનું આવું ખરાબ વર્તન યોગ્ય નથી.

આ પહેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સર્કિટ હાઉસ ખાતે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત રિવ્યુ બેઠક કરી હતી. બેઠક બાદ મંગલપાંડે રોડ વિશ્વામિત્રી નદી કિનારે મુખ્ય પ્રધાને વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નદી કિનારે મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી.

Advertisment
Latest Stories