-
ગોત્રી રોડ પર માથાભારે શખ્સનો આતંક
-
સિલિન્ડર લઈને વાહનો પર કર્યો હુમલો
-
કારના કાચ તોડીને ફેલાવ્યો ભયનો માહોલ
-
જાહેર રસ્તા પર સર્જાયેલી ઘટનાથી ફફડાટ
-
લોકોએ શખ્સને પકડીને ટીપી નાખ્યો
વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં આજે સવારે હાથમાં સિલિન્ડર લઈને નીકળેલા યુવકે કાર તેમજ અન્ય વાહનોમાં તોડફોડ શરૂ કરતા ફફડાટ વ્યાપી ગયો હતો.જોકે રોષે ભરાયેલા લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હોવાનું જાણવા મળ્યું છે,જયારે એક કારમાં સવાર યુવક ઈજાગ્રસ્ત પણ થયો હતો.
વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનથી બંસલ મોલ જતા રોડ પર આજે સવારે વાહનોની અવર-જવર વચ્ચે હાથમાં સિલિન્ડર લઈને નીકળેલા એક માથાફરેલ યુવકે જાહેર રસ્તા પર આતંક મચાવ્યો હતો,અને યુવકે બેફામ ગાળો ભાંડતા વાહનો ઠપ થઈ ગયા હતા.
આ માથાભારે યુવકે સિલિન્ડર વડે કારના કાચ તોડ્યા હતા.જેના કારણે કારમાં સવાર યુવક ઈજાગ્રસ્ત થયો હતો,અને પોતાનો જીવ બચાવવા માટે કારમાંથી ઉતરીને ભાગ્યો હતો.
આ ઉપરાંત બીજા પણ એક વાહનને પણ આ શખ્સે ટાર્ગેટ કર્યું હતું. યુવકે કાર ચાલક પર હુમલો કરવા પીછો પણ કરતા તેમજ કેટલાક લોકો પર સિલિન્ડર વડે હુમલાનો પ્રયાસ કરતા રોષે ભરાયેલા લોકોએ તેને પકડીને મેથીપાક ચખાડ્યો હતો.બનાવની જાણ ગોત્રી પોલીસને થતા પોલીસે તપાસ શરૂ કરી છે.