/connect-gujarat/media/post_banners/460aa9e22ff8b94923b2abd09edde96e1a0a25d54dab5f051c7ae0a732c90f81.jpg)
ભરૂચના સામલોદ ગામના યુવાનનો કરજણના સાંસરોદ ગામની સીમમાંથી ટુકડા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
ભરૂચ તાલુકાના સામલોદ ગામનો રાહુલ વસાવા નામનો નવ યુવાન ગત તારીખ 30 ઓકટોબરે નોકરી પર ગયા બાદ ગુમ થઈ ગયો હતો દરમિયાન તેના પરિવારે શોધખોળ કરતા તેનો કોઈ પત્તો ના લાગતા ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ થોડા દિવસ અગાઉ હાઇવે ઉપર હલદરવા ગામ પાસેથી તેની બાઇક મળી આવી હતી ત્યારે આજરોજ તેનો ક્ષતવિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.સાંસરોદ ગામની સીમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ કરજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને શરીરના અંગોને એકત્રિત કરી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા. બનાવ અંગે કરજણ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે