/connect-gujarat/media/post_banners/d71ea1f0774230c3926279bc5e7499d535bab761cf65cff9f9cd392f8d1eb655.jpg)
વડોદરા જિલ્લાના પોર હાઇવે પર એક સાથે 4 વાહનો અકસ્માત સર્જાતા 5 જેટલા લોકોને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
વડોદરા શહેર નજીક પોર હાઇવે બ્રિજ પાસે ગત મોડી રાત્રે એક સાથે 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં લક્ઝરી બસ, 2 મીની ટ્રક અને 1 ટ્રક વચ્ચે અક્માત સર્જાતા 5 જેટલા લોકોને ગંભીર ઇજા પહોચી હતી. તો બીજી તરફ, અકસ્માત એટલો ભયંકર હતો કે, બસ રોડની રેલીંગ તોડીને બ્રિજ પરથી નીચે પડતાં બચી ગઈ હતી. બનાવના પગલે સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો, જ્યાં કેટલાક લોકોને રેસક્યું કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં પાંચેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.