વડોદરા હાલોલ રોડ પર એસટી બસ અને હાઇવે ઓથોરીટીના વાહન વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી વડોદરા-હાલોલ રોડ ઉપર લીલોરા ગામ પાસે હાઇવે પર વચ્ચે બનાવવામાં આવેલ ડિવાઈડર પર ઉગાડવામાં આવેલ વૃક્ષો નું કટિંગ કરી રહેલ હાઇવે ઓથોરીટીના આઇસર વાહન સાથે મુસાફરોને લઇ જતી એસટી બસ આગળથી જોરદાર ભટકાતા બસનો આગળના ભાગનો કચ્ચરઘાણ થઇ ગયો હતો.એસ.ટી. બસના ધડાકા સાથે ભટકાતા એસટી બસનો દરવાજાનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું.
જેથી બસમાં સવાર મુસાફરોને એસટી બસના ચાલાકની કેબીનમાંથી બહાર કાઢવામાં પડ્યા હતા.એસટી બસનો અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો તેમજ પસાર થઇ રહેલા રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકો બચાવ કામગીરી લાગી ગયા હતા એસટી બસ ના અકસ્માતના પગલે હાઇવે પરનો ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો.બનાવને પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને તમામ મુસાફરોને અન્ય બસ મારફતે રવાના કરવામાં આવ્યા હતા