/connect-gujarat/media/post_banners/1aa8be78f7773e5fbd6fdb18e2e821ac1506533a0c72ff6068b7aad9a7fea4d5.jpg)
વડોદરાના ડભોઈના માંડવા ગામ નજીક બે કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 17થી વધુ લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે
વડોદરાના ડભોઈ નજીક આજે સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડભોઇના માંડવા ગામ નજીક બે કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 17 મુસાફરોને ઇજા પહોંચી હતી. બનાવના પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરી હતી.ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા