/connect-gujarat/media/post_banners/952abe685f38dc7f868b4c09f045fd99ba51d8f606c485b6af9c22e31b36294c.jpg)
વડોદરાની મકરપુરા જીઆઈડીસીમાંથી ગમ થયેલ 9 વર્ષના બાળકને પોલીસે રાજસ્થાનથી શોધી કાઢી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાની મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મસ્જિદ મોહલ્લામાં રહેતો નવ વર્ષીય બાળક ઘરમાંથી એકાએક ગુમ થઈ જતાં પરીવારે તેની શોધ-ખોળ કરી હતી. જોકે બાળક મળી ન આવતા પરીવાર માંજલપુર પોલીસ મથક પહોંચ્યો હતો અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે વિસ્તારના વિવિધ જગ્યાના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં બાળક આરોપી સાથે ગોધરા પંચમહાલની બસમાં બેસતો દેખાય છે.જેથી પોલીસે ગોધરાની પોલીસની મદદ લઈને આગળ તપાસ હાથ ધરી હતી. ત્યાંથી બાળક આરોપી સાથે એક તુફાન ગાડીમાં રાજસ્થાન તરફ જતા પોલીસે બાળક અને આરોપીને રાજસ્થાનના બાસવાડામાંથી ઝડપી પાડ્યા હતા. આરોપી બાળકને એમ કહીને લઈ ગયો હતો કે ચાલ તને બિરયાની ખવડાવું.અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસે બાળકને શોધવા માટે શહેરના 200થી વધારે સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. બાળક માત્ર નવ વર્ષનું હોવાથી પોલીસે ગંભીરતા જોતા તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને વિસ્તારના તેમજ અન્ય 200 સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. જેમાં બાળક આરોપી સાથે ખૂબ જ સહજ રીતે દેખાઈ આવતા પોલીસને શંકા ગઈ હતી કે બાળક પહેલા આરોપીને મળ્યો હશે. જેના કારણે આરોપીનું બેકગ્રાઉન્ડ તપાસતા એવું જાણવા મળ્યું હતું કે તે આ વિસ્તારમાં પહેલીવાર દેખાયો હતો.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીના પુત્રનું મૃત્યુ થતા તેણે અપહરણ કર્યું હતું