Connect Gujarat
વડોદરા 

વડોદરા : બે વર્ષના અંતરાલ બાદ બાળમેળાનો પ્રારંભ, 150થી વધુ કૃતિઓ નિર્દશનમાં મુકાય

કોરોનાની મહામારી બાદ જનજીવનની ગાડી પાટા પર આવી ચુકી છે ત્યારે વડોદરામાં બે વર્ષના અંતરાલ બાદ બાળમેળાનો પ્રારંભ થયો છે.

X

કોરોનાની મહામારી બાદ જનજીવનની ગાડી પાટા પર આવી ચુકી છે ત્યારે વડોદરામાં બે વર્ષના અંતરાલ બાદ બાળમેળાનો પ્રારંભ થયો છે.

વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત અને મહારાજા સાયજીરાવને સમર્પિત બાળમેળાનો પ્રારંભ થઇ ચુકયો છે. વિદ્યાર્થીઓની શક્તિનો વિનિયોગ કરીને 31 શૈક્ષણિક અને 120 સાંસ્કૃતિક પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે. બાળમેળામાં સાહસિક રમતો, આનંદ મેળો અને ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યાં છે. બાળમેળામાં સૈન્યને લગતી રમતો બાળકોને આર્કષી રહી છે.

આર્મીમાં કામ લાગે તથા આવનારા સમયમાં જે બાળકને આર્મીમાં જોડાવું હોય તેવા બાળકો માટે બાળ મેળો બહુ ઉપયોગી સાબિત થશે. નિષ્ણાંત કોચ તરફથી બાળકોને તાલીમ આપવામાં આવી રહી છે. વાલીઓએ પણ આ પ્રકારના આયોજનને બિરદાવ્યું હતું.

Next Story