વડોદરા : ફૂટપાથવાસી નિદ્રાધીન આધેડ મહિલાની છેડછાડ બાદ હત્યા કરનારની CCTVના આધારે ધરપકડ…

શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં અગરબત્તીની દુકાન પાસે રહેતા અને દિવસો પસાર કરતા 69 વર્ષિય સવિતાબેન દેવીપૂજક રાતના સમયે સૂઈ રહ્યા હતા.

New Update
વડોદરા : ફૂટપાથવાસી નિદ્રાધીન આધેડ મહિલાની છેડછાડ બાદ હત્યા કરનારની CCTVના આધારે ધરપકડ…

વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં ફૂટપાથ પર રહેતી આધેડ મહિલા સાથે છેડછાડ કર્યા બાદ માથામાં પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દેનાર હવસખોર શખ્સની પોલીસે CCTV ફૂટેજના આધારે ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં અગરબત્તીની દુકાન પાસે રહેતા અને દિવસો પસાર કરતા 69 વર્ષિય સવિતાબેન દેવીપૂજક રાતના સમયે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતો નજીર ઉર્ફે ટકલો રહીમ શેખ તેઓની પાસે પહોંચી ગયો હતો, અને શારીરિક છેડછાડ કરવાનું શરૂ કર્યું હતું. શારીરિક છેડછાડ થતાની સાથે જ સવિતાબેન ઊંઘમાંથી ઉઠી ગયા હતા, અને સામે પ્રતિકાર કર્યો હતો. સવિતાબેને પ્રતિકાર કરતાં જ રોષે ભરાયેલ નજીર ઉર્ફ ટકલો નજીકમાં પડેલ મોટો પથ્થર લઈ આવ્યો હતો, અને સવિતાબેનના માથામાં મારી મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની જાણ રાવપુરા પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરતા CCTV તેમજ સર્વેલન્સ સ્ક્વોડની મદદથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હત્યારા નઝીર ઉર્ફે ટકલો રહીમ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાવપુરા પોલીસ મથકના પીઆઇ. એમ.કે.કટારીયાએ જણાવ્યું હતું કે, આરોપી સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 7 જેટલા પ્રોહીબિશનના ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત નઝીર ઉર્ફે ટકલો ગુનાહિત માનસિકતા ધરાવે છે.

Latest Stories