વડોદરા : ફતેપુરાની 2 સગી બહેનોના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...

મળતી માહિતી અનુસાર, વડોદરાના કરજણ તાલુકાના ફતેપુરા ગામમાં પ્રવિણ પટેલ પરિવાર સાથે રહે છે.

New Update
વડોદરા : ફતેપુરાની 2 સગી બહેનોના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...

વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના ફતેપુરા ગામના પટેલ પરિવારની 2 સગી બહેનોએ ગૃહકલેશમાં માઠું લાગી આવતા નર્મદા નદીમાં પડતું મૂકી મોતને વહાલુ કરી લીધું હતું. સમગ્ર મામલે કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, વડોદરાના કરજણ તાલુકાના ફતેપુરા ગામમાં પ્રવિણ પટેલ પરિવાર સાથે રહે છે. તેમની 2 દીકરીઓમાં 19 વર્ષીય ડિમ્પલ અને 17 વર્ષીય સિધ્ધી ગત શુક્રવારે બપોરે ઘરેથી જતી રહી હતી. બન્ને બહેનો કલાકો સુધી પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ, મોડી રાત સુધી બન્નેનો પત્તો મળ્યો ન હતો. આ દરમિયાન ફતેપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં 2 યુવતીઓના સ્થાનિક લોકોએ મૃતદેહો તરતા જોતા ચોંકી ઉઠ્યા હતા. જેમાં સ્થાનિક માછીમારોની મદદ લઇ મૃતદેહોને બહાર કઢાયા હતા. તો બીજી તરફ, ગામની 2 બહેનો ગુમ હોય, જેથી પ્રવિણભાઇ પટેલ તેમજ તેમના પરિવારજનો નર્મદા કિનારે દોડી ગયા હતા, જ્યાં તેઓએ યુવતીઓના મૃતદેહો જોતા અને બન્ને પોતાની જ દીકીરીઓ હોવાનું જોતા, સ્તબ્ધ થઇ ગયા હતા. બનાવની જાણ થતા જ કરજણ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ બન્ને બહેનોના મૃતદેહોને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સનસની ખેજ બનાવ અંગે પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં બન્ને સગી બહેનો ગૃહકલેશના કારણે ઘરેથી નીકળી ગઇ હતી. આ દરમિયાન તેઓના નર્મદા નદીમાંથી મૃતદેહો મળી આવ્યા હતા. તો બીજી તરફ, પોલીસની વધુ તપાસમાં ચોંકાવનારી વિગતો પણ બહાર આવે તેવી શક્યતાઓ વર્તાય રહી છે.

Advertisment