વડોદરા : વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી કરોડો રૂપિયાની ઠગાઇ કરનાર એજન્ટ સુરતથી ઝડપાયો...

વૃદ્ધને મની લોન્ડરિંગના નામે ધમકી આપ્યા બાદ મુંબઈના DCP અને સુપ્રીમ કોર્ટના વકીલ રાકેશના નામે વાતચીત કરી 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને રૂ. 1.58 કરોડ પડાવી લેવામાં આવીઆ હતા

New Update
  • શહેરમાં ડિજીટલ એરેસ્ટના બનાવનો પર્દાફાશ થયો

  • સોશિયલ મીડિયાના મધ્યમથી વૃદ્ધ ડિજિટલ એરેસ્ટ

  • 45 દિવસ સુધી વૃદ્ધને ઘરમાં ડિજિટલ એરેસ્ટ કરાયા

  • વૃદ્ધ પાસેથી ભેજાબાજોએ રૂ. 1.58 કરોડ પડાવી લીધા

  • સાયબર ક્રાઇમે ગુન્હા સંડોવાયેલ આરોપીને દબોચ્યો

વડોદરા શહેરના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 1.58 કરોડ પડાવી લેવાના બનાવમાં બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપનાર સુરતના એજન્ટને પોલીસે ઝડપી પાડ્યો છે. વડોદરા શહેરના વૃદ્ધને મની લોન્ડરિંગના નામે ધમકી આપ્યા બાદ મુંબઈના DCP અને સુપ્રીમ કોર્ટના વકીલ રાકેશના નામે વાતચીત કરી 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને રૂ. 1.58 કરોડ પડાવી લેવામાં આવ્યા હોવાનો બનાવ બનતા વડોદરા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાય હતી.

આ બનાવમાં સુરત પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. વૃદ્ધના રૂપિયા અન્ય બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે સુરતના એક એજન્ટની મહત્વની ભૂમિકા હતી. તેણે જુદા-જુદા 5 બેન્ક એકાઉન્ટ બનાવી તેમાં જમા થયેલી રકમ ત્રાહિત વ્યક્તિને ટ્રાન્સફર કરવાનું કામ કર્યું હતું.

જેના બદલામાં તમામ બેંક એકાઉન્ટ ધારકો અને એજન્ટને કમિશન મળ્યું હતું. વડોદરા સાયબર સેલે આ કિસ્સામાં બેન્ક એકાઉન્ટની સવલત કરી આપનાર અને તેને ઓપરેટ કરનાર સુરતના મોહમ્મદ અલશેફ અયુબ સૈયદની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બેંક એકાઉન્ટમાંથી રકમો ટ્રાન્સફર કરતા આ એજન્ટે ઉપયોગમાં લીધેલા બેંક એકાઉન્ટમાં 15 લાખનું ટ્રાન્જેક્શન થયું છે. જેના વિરુદ્ધ અન્ય 3 ફરિયાદો પણ નોંધાય છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.