Connect Gujarat
વડોદરા 

વડોદરા: બસ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ હવે તેના ઠેકાણા ન રહેતા નાણાના વેડફાટનો કરવામાં આવ્યો આક્ષેપ

વડોદરા કોર્પોરેશનના અધિકારી પદઅધિકારી શહેરની ઐતિહાસિક ધરોહરની ઝાંખી થકી વડોદરાને આગવી ઓળખ આપવા પ્રયાસ કરી રહ્યા છે.

X

ઐતિહાસિક ધરોહરોના વારસા સાથે વડોદરાને દેશમાં આગવી ઓળખ અપાવવાની વાતો વચ્ચે સીટી ઇન્ફર્મેશન સેન્ટર અને વડોદરા દર્શન બસ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ હવે તેના ઠેકાણા ન રહેતા નાણાના વેડફાટ સાથે વડોદરા કોર્પોરેશનની લાલિયાવાડી છતી થવા પામી હોવાના સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે

વડોદરા કોર્પોરેશનના અધિકારી પદઅધિકારી શહેરની ઐતિહાસિક ધરોહરની ઝાંખી થકી વડોદરાને આગવી ઓળખ આપવા પ્રયાસ કરી રહ્યા છે.અને વડોદરા શહેર ઐતિહાસિક વારસો ધરાવતી અનેક ધરોહર ધરાવતું હોય પર્યટન થકી આવક ઊભી કરવાની પણ જાહેરાતો કરી ચુક્યા છે. આ માટે છ વર્ષ અગાઉ પર્યટકો માટે વડોદરા સાંસદના અનુદાનમાંથી 32 લાખના ખર્ચે વડોદરા સિટી દર્શન બસની શરૂઆત કરવામાં આવી હતી અને રેલવે સ્ટેશન પાસે 1.11 કરોડના ખર્ચે સિટી ઇન્ફોર્મેશન સેન્ટર બનાવવામાં આવ્યું હતું. જો કે, હવે પરિસ્થિતિ એ સર્જાઈ છે કે, વડોદરા સિટી ઇન્ફોર્મેશન સેન્ટર ચાર વર્ષ સુધી ધૂળ ખાધા બાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેતુ તોડી પાડયા બાદ તાજેતરના બજેટમાં નવું બનાવવાનું આયોજન હાથ ધરાયું નથી. જ્યારે પ્રારંભે જ નિષ્ફળતા સાપડતા મેન્ટેનન્સના નામે વડોદરા દર્શન બસની સુવિધા બંધ કર્યા બાદ આજ દિન સુધી શરૂ કરવામાં આવી નથી. અને કોર્પોરેશનની વેબસાઈટ પરથી પણ હવે સત્તાવાર તેને દૂર કરવામાં આવી છે. હાલ બસ વ્હિકલપુલ શાખામાં ધૂળ ખાય છે ત્યારે વડોદરાને આગવી ઓળખ માટેનું મહત્વનું આયોજન નિષ્ફળ જતા ભાવિ આયોજન અંગે સવાલો સવાલો ઉઠયા છે.અહીં કહી શકાય કે, ચોક્કસ નીતિ નિયમ અને અભ્યાસ વગર પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ આવી પરિસ્થિતિનું નિર્માણ થતાં અઢળક નાણાનો વ્યય થાય છે

Next Story