વડોદરા: રેલવે સ્ટેશન બહાર ધારદાર હથિયાર સાથે એક આરોપીની પોલીસે કરી ધરપકડ,8 ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યુ

હથિયારો રાખનારા માથાભારે લોકો ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે. ત્યારે આવા લોકોને રોકવા તેમજ નિયમોનું ભાન કરાવવા પોલીસ સજ્જ થઈ ગઈ છે.

New Update
વડોદરા: રેલવે સ્ટેશન બહાર ધારદાર હથિયાર સાથે એક આરોપીની પોલીસે કરી ધરપકડ,8 ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યુ

વડોદરામાં પણ પોલીસ દ્વારા રેલવે સ્ટેશન બહારથી એક ઈસમને ધારદાર ચાકુ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે

હથિયારો રાખનારા માથાભારે લોકો ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે. ત્યારે આવા લોકોને રોકવા તેમજ નિયમોનું ભાન કરાવવા પોલીસ સજ્જ થઈ ગઈ છે. જેને લઈને સયાજીગંજ પોલીસના સ્ટાફના માણસો રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતા. તે સમયે પોલીસને રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નં-6ના બહારના ભાગે રોડ ઉપર એક ઈસમ શંકાસ્પદ દેખાઈ આવ્યો હતો. જેથી તેની તપાસ કરતા તેની પાસેથી ધારદાર ચાકુ મળી આવ્યું હતું. ભીડવાળી જગ્યા પર ધારદાર હથિયાર સાથે ઈસમ ફરતો હોવાથી પોલીસ દ્વારા તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવી હતી.સયાજીગંજ પોલીસ દ્વારા હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા બદલ ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની પૂછપરછ કરતા ઈસમે તેનું નામ રાકેશભાઈ મન્જીભાઈ રાજપૂત (ઉ.વ.30. રહે.અકોટા પોલીસ લાઈનની સામે, મોટી મસ્જીદની બાજુમાં, વડોદરા) જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા તેની તપાસ કરતા તેની પાસેથી ચાકુ સિવાય એક કિપેડવાળો સાદો મોબાઈલ મળી આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા ઈસમ પાસેથી કુલ રૂ.600/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Latest Stories