Connect Gujarat
વડોદરા 

વડોદરા: ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોનુ પ્રદર્શન યોજાયું, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

વડોદરામાં ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોનુ એક પ્રદર્શન ઈએમઈ કેમ્પસમાં યોજવામાં આવ્યુ હતુ.

X

વડોદરામાં ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોનુ એક પ્રદર્શન ઈએમઈ કેમ્પસમાં યોજવામાં આવ્યુ હતુ.

ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલ દ્વારા આજે વડોદરાવાસીઓ અને સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોનુ એક પ્રદર્શન ઈએમઈ કેમ્પસમાં યોજવામાં આવ્યુ હતુ.ભારતીય સેના જે પણ શસ્ત્ર સરંજામનો ઉપયોગ કરે છે તે પૈકીના ૫૦ ટકા શસ્ત્રોને આજે પ્રદર્શિત કરાયા હતા.જેમાં સેનાના જવાનો માટેની રાયફલ, સબમશિન ગનથી માંડીને સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણો, વિવિધ પ્રકારની એન્ટી એરક્રાફ્ટ ગન્સ, અલગ અલગ ટાઈપના રડારનો સમાવેશ થતો હતો.સાથે સાથે ભારતીય સેનામાં થોડા સમય પહેલા જ સામેલ થયેલી કે-૯ વજ્ર મોબાઈલ હોવિત્ઝર તેમજ બોફોર્સ તોપના અપગ્રેડ કરાયેલુ વર્ઝન ગણાતી ધનુષ તોપ પણ લોકો માટે અહીંયા રજૂ કરાઈ હતી.આ બંને શસ્ત્ર આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.કે-૯ વજ્ર મોબાઈલ હોવિત્ઝર એક પ્રકારની તોપ છે.જેના એક નંગની કિંમત ૪૦ કરોડ રુપિયા થવા જાય છે.આ તોપમાંથી લોન્ચ થતા ૧૫૫ મિલિમિટર વ્યાસના એક ગોળાની કિંમત દોઢ લાખ રુપિયા થવા જાય છે.શસ્ત્રો પ્રદર્શિત કરવાની સાથે સાથે તેનુ સંચાલન કરતા લશ્કરી જવાનો તેમજ અધિકારીઓએ લોકોને આ હથિયારો અંગે તમામ જાણકારી પણ પૂરી પાડી હતી.

Next Story