વડોદરા : નવી બંધાતી ઇમારતના 14મા માળેથી લાકડાનો ટેકો પડતા માસૂમ બાળકનું મોત…

શહેરના તાંદલજા વિસ્તારમાં નવી બંધાતી સ્ટાર સીટી સાઇટની ઇમારતના 14મા માળેથી લાકડાનો ટેકો પડતા માસૂમ બાળકનું મોત નીપજયું..

New Update
વડોદરા : નવી બંધાતી ઇમારતના 14મા માળેથી લાકડાનો ટેકો પડતા માસૂમ બાળકનું મોત…

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં નવી બંધાતી સ્ટાર સીટી સાઇટની ઇમારતના 14મા માળેથી લાકડાનો ટેકો પડતા માસૂમ બાળકનું મોત નીપજયું હતું.

વડોદરા શહેરમાં બિલ્ડરો દ્વારા મોટી મોટી તોતિંગ ઇમારતો ઊભી કરી દેવામાં આવે છે. પરંતુ ઘણી જગ્યાએ સેફ્ટી અને સુરક્ષાના અભાવ જોવા મળી રહ્યા છે. જેને લઈને શહેરમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. મળતી માહિતી અનુસાર, તાંદલજા વિસ્તારમાં નવી બંધાતી સ્ટાર સીટી સાઇટની ઇમારતના 14મા માળેથી લાકડું પડતા માસૂમ બાળકનું મોત નીપજયું હતું. સેન્ટીંગ ઉતારતી વખતે લાકડાનો ટેકો ઉપરથી પડ્યો હતો, જે સાઇટથી દૂર સૂઈ રહેલા માસૂમ બાળક પર પડ્યો હતો. આ ઘટનામાં બાળકનું મોત નિપજતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તો બ્જી તરફ, સ્થાનિકો દ્વારા બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.