-
બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કરાયું આયોજન
-
કોટંબી ખાતે ક્રિકેટ સ્ટેડિયમનું ભવ્ય નિર્માણ કરાયું
-
BCCI દ્વારા આંતરરાષ્ટ્રીય મેચને અપાય મંજૂરી
-
વન-ડે શ્રેણીની 3 મેચ બરોડાને ફાળવવામાં આવી
-
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમ વચ્ચે મેચ
બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કોટંબી ખાતે બનાવવામાં આવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. BCCI દ્વારા ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમ વચ્ચે રમાનારી વન-ડે શ્રેણીની 3 મેચ બરોડાને ફાળવી છે.
બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા બનાવવામાં આવી રહેલા અદ્યતન સ્ટેડિયમ પર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચો યોજાશે. જોકે, કોટંબી ખાતે નિર્માણ થયેલા સ્ટેડિયમ માટે BCAના જ કેટલાક લોકોએ અનેક વખત રોડા નાખવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ પ્રમુખ પ્રણવ અમીને પ્રતિબદ્ધતા સાથે બરોડાને પોતાનું સ્ટેડિયમ મળે તે માટેના પ્રયાસો ચાલુ રાખી અદ્યતન સુવિધ સાથેનું સ્ટેડિયમ તૈયાર થતાં જ આંતરરાષ્ટ્રિય મેચ મળે તે માટેના પ્રયાસો કર્યા હતા, ત્યારે તેમના પ્રયાસોને આખરે સફળતા મળી છે.
કોટંબી સ્ટેડિયમ ખાતે આ મેચો 22, 25 અને 27મી ડિસેમ્બર 2024ના રોજ ભારત અને વેસ્ટ ઈન્ડીઝની મહિલા ટીમ વચ્ચે યોજાશે. વડોદરાના ક્રિકેટ રસીકોને લાંબા સમય બાદ રોમાંચક ક્રિકેટિંગ એક્શન જોવા મળશે. આ પૈકી પ્રથમ 2 મેચ ડે-નાઈટ મેચ અને ત્રીજી ડે મેચ રમાશે. કોટંબી સ્ટેડિયમ તેની સ્ટેડિયમ માટે એપ્રોચ રોડની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, બરોડામાં વર્ષ 2019માં ભારત અને સાઉથ આફ્રિકા મહિલા ટીમ વચ્ચે આંતરરાષ્ટ્રિય મેચ રમાય હતી.