Connect Gujarat
વડોદરા 

વડોદરા : માંજલપુર વિસ્તારમાં ચોરીની અશંકાએ વૃદ્ધ પર હુમલો, વિડીયો થયો વાયરલ

વડોદરા શહેરમાં માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે ચોરીની આશંકાએ અજાણ્યા યુવકોએ વૃદ્ધને માર મારતો હોવાનું વિડીયો સામે આવ્યો છે.

X

વડોદરા શહેરમાં માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે ચોરીની આશંકાએ અજાણ્યા યુવકોએ વૃદ્ધને માર મારતો હોવાનું વિડીયો સામે આવ્યો છે. વૃદ્ધ માનસિક અસ્વસ્થ હોવાનું પણ માલૂમ પડી રહ્યું છે, પોલીસે ઘટનાને ધ્યાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના મંજલપુર પોલીસ મથકમાં આવેલ તુલસીધામ ચાર રસ્તા પાસે ગઈકાલે સાંજે અજાણ્યા ઈસમ દ્વારા ચોરીની આશંકાએ વૃદ્ધને બેરહમીપૂર્વક માર મારવાના વિડિઓ સામે આવ્યા છે. આ વિડીઓમાં બે યુવકોએ વૃદ્ધને પાઈપથી ફટકા મારતા હોય તેવું નજરે પડી રહ્યું છે. આ મામલે માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી વૃદ્ધને પોલીસ મથકે લઇ ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનામાં યુવકો દ્વારા વૃદ્ધને બેરહમીપૂર્વક માર મારવામાં આવી રહ્યો છે, જે સ્પષ્ટ વિડીઓમાં નજરે પડે છે. આ મારા મારતા વૃદ્ધ છોડી દેવા આજીજી કરે છે છતાં બેરહમીપૂર્વક યુવકો મારે છે. સાથે ત્યાં ભેગું થયેલું ટોળું વૃદ્ધને બચાવવાના બદલે તમાશો જોવે છે. સમગ્ર બાબતે મંજલપુર પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે અને ઇજાગ્રસ્ત વૃદ્ધને માંજલપુર પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી. જેમાં આ વૃદ્ધ માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે માંજલપુર પોલીસે અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી. તેઓએ નોંધાવેલ ફરિયાદ મુજબ, હુ મારી કંપનીથી મારી કાર લઈને મારા ઘરે જતો હતો. તે વખતે સાંજના આશરે સવા છ એક વાગ્યાના સુમારે તુલસીધામ ચાર રસ્તા પર સર્કલ આવેલ તે સર્કલની આજુબાજુ લાઈટીંગ છે. તેમજ ફુવારા માટે સબમર્સીબલ પં૫ લગાડેલ છે. તે જગ્યાએ એક અજાણ્યો પુરૂષ તેના વાયરો ખેંચતો હતો. જેથી ત્યાં લોકો ભેગા થઈ ગયા હતા અને તેમાથી એક વ્યક્તિ લાકડીથી તે અજાણ્યા ઈસમને મારતો હતો અને ગંદી ગાળો બોલતો હતો. જેથી મેં પોલીસને જાણ કરી હતી અને પોલિસની ગાડી આવતા તેઓ ફરાર થઇ ગયા હતા.

દરમિયાન જેને માર મારવામાં આવ્યો હતો તે અજાણ્યો પુરૂષનુ નામ સરનામું પુછતા તે બોલતો નથી અને તે માનસિક અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. અને તેને માંજલપુર પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો હતો. સાથે માર મારનાર ઇસમ સામે માંજલપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story