New Update
/connect-gujarat/media/post_banners/95b23f2e2142fa34cb33bc90e80afb233b81611c7c0745439d16e12fc2e21bd0.jpg)
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ સોની પોળમાં મકાન નં. 3 જર્જરીત હોય જે ધરાશાયી થઈ જતા મકાનમાં રહેતા વૃદ્ધા ઘાયલ થયા હતા. બપોરના સુમારે એકાએક મકાન ઘસી પડતા મકાનમાં રહેતા વૃદ્ધા કાટમાળ નીચે દબાય ગયા હતા.
બનાવ અંગે ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ યુદ્ધના ધોરણે કામગીરી આરંભી વૃદ્ધાને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની કે, મોટી દુર્ઘટના ટળી હતી, જેથી લોકોએ રાહત અનુભવી હતી.