Connect Gujarat
વડોદરા 

વડોદરા: પીએમના જન્મદિન નિમિત્તે યોજાયેલ સેવાકીય કાર્યનું આયોજનના ભાગરૂપે વડાપ્રધાનને 1.8 લાખ અભિનંદન પત્રો લખાયા

વડોદરા પીએમ મોદીને અભિનંદન આપતા 1.8 લાખ પત્રો લખવાનુ આયોજન કરવામાં આવ્યું.

X

વડોદરા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજરોજ પીએમ મોદીને અભિનંદન આપતા 1.8 લાખ પત્રો લખવાનુ આયોજન કરવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત વડોદરા શહેરમા 17 સપ્ટેમ્બરથી 7 ઓગસ્ટ સુધી વડોદરા શહેરમા ભાજપા દ્વારા વિવિધ સેવાકીય કાર્યનું આયોજન કરાયુ હતુ. જેના ભાગરૂપે વડાપ્રધાનને અભિનંદન આપતા 1.8 લાખ પત્રો લખવાનુ આયોજન કરાયુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવતા પત્રો 1400 બુથમા કાર્યકરો દ્વારા લખાયા હતા. જેમાં 1 લાખ 8 હજાર પોસ્ટ કાર્ડ લખાયા છે જેમાંથી 66 હજાર જેટલા પત્રો પોસ્ટ ઑફિસ મારફતે વડાપ્રધાનને મોકલવાનુ આયોજન કરાયુ છે. જેના પ્રતિકાત્મરૂપે 500 પોસ્ટ કાર્ડ કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી એસ.પી. સિહ બઘેલજીના હસ્તે પોસ્ટ માસ્તરને એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેર અધ્યક્ષ ડો. વિજય શાહ, સાંસદ રંજન ભટ્ટ, મહામંત્રી સુનિલ સોલંકી, જશવંતસિંહ સોલંકી, રાકેશ સેવક, ડે.મેયર નંદા જોશી, નિતલ ગાંધી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story