વડોદરામાં મુશળધાર વરસાદના પગલે જનજીવન પર માઠી અસર પહોંચી છે,13 ઇંચ થી વધુ ખાબકેલા વરસાદને પગલે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે,અને નદીના પાણી શહેરમાં ઘુસ્યા છે,અને ક્યાંક જાહેર માર્ગ પર મગરે પણ દર્શન દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરામાં 13 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા વિશ્વામિત્રી નદી એ ભયજનક સપાટી વટાવી દીધી છે. અને નદીના તોફાની પાણી શહેરમાં ઘુસ્યા હોવાનું જાણવા મળ્યું છે.નદીમાં રહેલા મગરો પણ જાહેર માર્ગ પર આવી ગયા હોવાનું કહેવાય છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી 27.85 ફૂટે પહોંચી છે.ભયજનક સપાટી 26 ફૂટ છે. ભારે વરસાદના કારણે વડોદરામાં આજે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.નદીના તોફાની પાણી શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઘૂસવાની ની શરૂઆત થઈ છે.જેના કારણે શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે,તો બીજી તરફ મગરનો ડર પણ લોકોને સતાવી રહ્યો છે.