વડોદરા : સમતા ચાર રસ્તા નજીક કચરાપેટીમાંથી ATSને રૂ. 8.85 કરોડનું MD ડ્રગ્સ મળી આવ્યું...
મહી કાંઠે ખેતરમાં ઊભી કરાયેલી ફેક્ટરીમાં એટીએસે રેડ કરીને 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું 80 કિલો 260 ગ્રામ લિક્વિડ મટિરિયલ મળી કુલ રૂ. 478.65 કરોડનો જથ્થો ઝડપ્યો હતો.

વડોદરા જિલ્લાના સિંધરોટ ગામની સીમમાં મહી કાંઠે ખેતરમાં ઊભી કરાયેલી ફેક્ટરીમાં એટીએસે રેડ કરીને 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું 80 કિલો 260 ગ્રામ લિક્વિડ મટિરિયલ મળી કુલ રૂ. 478.65 કરોડનો જથ્થો ઝડપ્યો હતો. ઉપરાંત એટીએસએ ગત શનિવારે રાત્રે સુભાનપુરા સમતા ચાર રસ્તા પાસેની કચરાપેટી પાસે સંતાડેલો 8.85 કરોડનો 1.770 કિલો એમડીનો જથ્થો ઝડપી વધુ એક આરોપીની અટક કરી હતી.
ગુજરાત એટીએસની ટીમે સિંધરોટ ગામે દરોડો પાડી ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં રૂ. 478.65 કરોડનું 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવા 80 કિલો 260 ગ્રામ લિક્વિડ મટિરિયલ મળ્યું હતું. એટીએસે સૌમીલ ઉર્ફે સેમ પાઠક, શૈલેષ કટારિયા, વિનોદ ઉર્ફે પપ્પુ નિજામા, મો.શફી ઉર્ફે જગ્ગુ મિસ્કીન દિવાન અને ભરત ચાવડાની ધરપકડ કરી હતી. ત્યારબાદ 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ વેળા આરોપી ભરત ચાવડાની કબૂલાતના આધારે એટીએસએ સુભાનપુરામાં સમતા ચાર રસ્તા પાસે એક સરકારી કંપનીના કમ્પાઉન્ડની પાછળ કચરા પેટી પાસે સંતાડેલો 8.85 કરોડનો 1.770 કિલો એમડીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરત ચાવડાના પુત્ર હર્ષ મારફતે મેફેડ્રોન ભરેલી થેલી સાગરીત અશોક પટેલને આપી હતી. જે જથ્થો સમતા ચાર રસ્તા પાસે અશોક પટેલે છુપાવ્યો હતો. સિંધરોટમાં રેડ પડી છે, તેવી ખબર પડતાં ભરતે જથ્થો છુપાવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. એટીએસએ અશોક પટેલની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.