/connect-gujarat/media/post_banners/29cbfd71dfa80e20644426f4860b9be40f31339e982dc38e03fd29d7a7bbf8c8.jpg)
ગતરોજ BCCI દ્વારા શ્રીલંકા સામે ટુર્નામેન્ટ માટે મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી જેમાં વડોદરા શહેરની બરોડા એસોશિએશનની ઓલરાઉન્ડર યાસ્તિકા ભાટીયા અને રાધા યાદવની પસંદગી કરવામાં આવી હતી.
BCCI દ્વારા વડોદરાની ઓલરાઉન્ડર યાસ્તિકા ભાટીયા અને રાધા યાદવની ભારતીય મહિલા ક્રિકેટર ટીમમાં પસંદગી કરવામાં આવી છે . શ્રીલંકા સામેની શ્રેણીમાં યાસ્તિકા વન - ડે અને ટી ૨૦ ફોર્મેટ અને રાધા ટી ૨૦ ફોર્મટમાં રમશે . BCCI દ્વારા શ્રીલંકા સામેની ટી ૨૦ અને ODI ટુર્નામેન્ટ માટે ગઈકાલે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી હતી . વડોદરાની ઓલ રાઉન્ડર યાસ્તિકા ભાટીયા અને રાધા યાદવનો ભારતીય મહિલા ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે . યાસ્તિકા ભાટીયાની ટીમ ઈન્ડિયાના ટી ૨૦ અને ODI ફ્લેર્મેટમાં વિકેટ કીપર તરીકે રમશે બીજી તરફ , રાધા યાદવની ટી ૨૦ સ્ક્વોડ માટે પસંદગી થઈ છે . બરોડા ક્રિકેટ એસોસિએશનની બંને મહિલા ક્રિકેટર શ્રીલંકા સામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમશે. ઉલ્લેખનીય છે કે , યાસ્તિકા વિશ્વ મહિલા વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું . રાધાએ પણ અગાઉ ભારતીય ટીમમાંથી રમી ચુકી છે. નોંધનીય છે કે , વડોદરાના સંખ્યાબંધ ક્રિકેટરો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર શહેરનું પ્રતિનિધત્વ કરી ચુક્યા છે.