Connect Gujarat
વડોદરા 

વડોદરા : 31st ડિસેમ્બર પહેલા પોલીસ સતર્ક, ટેમ્પોમાં ફર્નિચરની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો જપ્ત કર્યો...

વડોદરા : 31st ડિસેમ્બર પહેલા પોલીસ સતર્ક, ટેમ્પોમાં ફર્નિચરની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો જપ્ત કર્યો...
X

વડોદરા શહેરમાં 31st ડિસેમ્બર નજીક આવતાની સાથે જ પોલીસ વિભાગ સતર્ક થવા પામ્યું છે. શહેરમાં પ્રવેશતા શરાબના જથ્થાને ઝડપી પાડવા માટે પોલીસ વિભાગની વિવિધ એજન્સીઓ કામે લાગી છે, ત્યારે વડોદરા શહેર PCB શાખાએ ગોલ્ડન ચોકડી ટોલનાકા પાસેથી એક આઇસર ટેમ્પોમાં ફર્નિચરની આડમાં લઇ જવાતા વિદેશી શરાબની મોટા જથ્થાને ઝડપી પાડ્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને શરાબનો જથ્થો મોકલનાર મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

વડોદરા શહેર PCB શાખાને બાતમી મળી હતી કે, MP પારસિંગની બંધ બોડીની આઇસરમાં ફર્નિચરની આડમાં વિદેશી શરાબનો જથ્થો ભરવામાં આવ્યો છે. જે આઇસર મધ્યપ્રદેશથી નીકળી ગોધરા- હાલોલ થઈ વડોદરા ગોલ્ડન ચોકડીથી નીકળી આણંદ તરફ જનાર છે. જે માહિતીના આધારે શહેર પોલીસની હદ જ્યાંથી શરૂ થાય છે, ત્યાં PCBની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી, જ્યારે બાતમી વાળો આઇસર ટેમ્પો આવતા જ ટોલનાકા પાસે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે રાજસ્થાનના રહેવાસી 2 ઇસમોની ધરપકડ કરીને શરાબનો જથ્થો મોકલનાર ગુડગાવના રહેવાસી ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. PCB પોલીસે વિદેશી શરાબની 2532 નંગ બોટલ કિંમત રૂ. 12,66,000 આઇસર ટ્રક કિંમત રૂ. 5 લાખ તેમજ 2 મોબાઈલ ફોન અને રોકડ મળીને રૂ. 17,83,170 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story