Connect Gujarat
વડોદરા 

વડોદરા : ઘર કે દુકાનની બહાર કુંડા રાખો છો ચેતજો, હવે કુંડા ચોરીનો ચાલ્યો છે ટ્રેન્ડ

સંસ્કારી નગરી વડોદરામાં બે દિવસથી એક વિચિત્ર પ્રકારની ચોરીની ઘટના બની રહી છે. પહેલી ઘટનામાં એક વ્યકતિ વૈભવી કારમાં આવે છે અને દુકાનની બહાર રાખેલું કુંડુ ઉઠાવી નાસી છુટે છે

X

સંસ્કારી નગરી વડોદરામાં બે દિવસથી એક વિચિત્ર પ્રકારની ચોરીની ઘટના બની રહી છે. પહેલી ઘટનામાં એક વ્યકતિ વૈભવી કારમાં આવે છે અને દુકાનની બહાર રાખેલું કુંડુ ઉઠાવી નાસી છુટે છે અને બીજીમાં એકટીવા લઇને આવેલી મહિલા બોન્સાઇ વૃક્ષનું કુંડુ ચોરી જતી સીસીટીવીમાં કેદ થઇ છે.....

વડોદરા શહેરમાં લોકોમાં હવે કુંડા ચોરી કરવાની મનોવૃતિ ઘર કરી રહી છે. દેશના અન્ય શહેરોની જેમ વડોદરા પણ વિકાસની હરણફાળ ભરી રહયું છે અને હવે અહીં પણ પશ્ચિમ સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી છે. ખાસ કરીને યુવાવર્ગને આર્કષવા માટે ઠેર ઠેર કાફે ખુલી રહયાં છે અને કાફે તથા દુકાનોને સુશોભિત કરવા માટે વિવિધ આર્કષક છોડના કુંડા મુકવામાં આવે છે આવું જ કઇ ઘરોની બહાર પણ જોવા મળે છે. પરંતુ શહેરમાં હવે કુંડાઓ પણ સુરક્ષિત રહ્યા નથી. કોઇ કારમાં આવીને લઇ જાય છે તો કોઇ એક્ટિવા પર કુંડાઓ ઉપાડી જાય છે. વડોદરા શહેરનાં વાઘોડિયા રોડ પર આવેલી એક સોસાયટીમાં એક બહેન એક્ટિવા પર આવે છે અને બહાર પડેલા કૂંડામાંથી એક કુંડુ એક્ટિવા પર લઇને જતા રહે છે.

Next Story