Connect Gujarat
વડોદરા 

વડોદરા : વાસણા ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરાયું....

વાસણામાં બ્રાઇટ ડે સ્કૂલ ઓડિટોરિયમ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

X

વડોદરાના વાસણામાં બ્રાઇટ ડે સ્કૂલ ઓડિટોરિયમ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 જેટલી ટીમોનાં 150 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.

શૈક્ષણિક પ્રવૃતિ સાથે વિધાર્થીગણમાં રાષ્ટ્રભક્તિ તથા સ્વદેશાભિમાનની ભાવના પ્રબળ થાય અને તેના દ્રારા રાષ્ટ્રીય ચારિત્ર્યનું નિર્માણ થાય તેવા શુભાશયથી ભારત વિકાસ પરિષદ તેની 1600થી અધિક શાખાઓ મારફતે દેશભરમાં છેલ્લા 60 વર્ષથી દર વર્ષે દેશભક્તિના ગીતોની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરે છે. ત્યારે આજે વડોદરાના વાસણા ખાતે બ્રાઇટ ડે સ્કૂલ ઓડિટોરિયમમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દક્ષિણ ગુજરાતની શાળાઓની 14 જેટલી ટીમોનાં 150 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાનું ઉદઘાટન ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્રનાં જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી ભરતસિંહ ચૌહાણ, પ્રાંત પ્રમુખ શ્રી હિતેશ અગ્રવાલ, મંત્રી શ્રી ધર્મેશ શાહ, રીજનલ સેક્રેટરી શ્રી બાબુભાઈ બોઘરા દ્વારા દીપ પ્રજ્વલનથી કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનાં અંતે વિજેતા ટીમોને વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મીનેશ પંડયા, અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના પ્રમુખ નારાયણ શાહ અને ભરતસિંહ ચૌહાણના હસ્તે આ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

Next Story