Connect Gujarat
વડોદરા 

વડોદરા : ગોત્રી વિસ્તારના સ્પ્રીંગ રીટ્રીટ ફ્લેટ્સના 8મા માળે બ્લાસ્ટ, એક વ્યક્તિનું મોત...

વડોદરાના ગોત્રી વિસ્તારના સ્પ્રીંગ્સ રીટ્રીટમાં આવેલા ફ્લેટમાં બ્લાસ્ટ થતા એક યુવકનું મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.

X

વડોદરાના ગોત્રી વિસ્તારના સ્પ્રીંગ્સ રીટ્રીટમાં આવેલા ફ્લેટમાં બ્લાસ્ટ થતા એક યુવકનું મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. બાથરૂમમાં ધડાકો થયા બાદ મૃત્યુ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા સ્પ્રીંગ રીટ્રીટ નામના ફ્લેટ્સના 8મા માળે આવેલા એક ફ્લેટમાં ધડાકા સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકનું રૂમ સાથે એટેચ્ડ બાથરૂમમાં જ મોત થયું છે. ધટનાની જાણ થતા પોલીસ અને ફાયરના લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા છે. અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સ્થળ પર હાજર પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યુ હતું કે, પોલીસ કંટ્રોલ રૂમમાં મળેલી વર્ધીના આધારે સ્પ્રીંગ રીટ્રીટના એક ફ્લેટમાં આગ લાગી હોવાનું જાણ્યું હતું. સ્થળ પર તપાસ કરતા એક શખ્સનું સળગેલી હાલતમાં મૃત્યુ પામ્યા છે. તેનું નામ 43 વર્ષીય અભિષેક ત્રિવેદી છે. આગ કેવી રીતે લાગી તે અંગેની વધુ તપાસ કરવા માટે FSLની મદદ લેવામાં આવશે. આ ફ્લેટમાં જ તેમના 2 ફ્લેટ આવેલા છે. અન્ય ફ્લેટમાં તેમના મોટાભાઇ રહે છે, અને આ ફ્લેટમાં તેઓ પોતાના પિતા સાથે રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

Next Story