Connect Gujarat
વડોદરા 

વડોદરા:બોટ દુર્ઘટનાના આરોપી ગોપાલ શાહની ધરપકડ,અત્યાર સુધી 8 આરોપી ઝડપાયા

બોટ દુર્ઘટનાને મામલે SIT ટીમને મોટી સફળતા હાથ લાગી છે.SITએ ગોપાલ શાહની છતીસગઢના રાયપુરથી ધરપકડ કરી

X

વડોદરા હરણીતળાવ દુર્ઘટનાનો મામલો

આરોપી ગોપાલ શાહની ધરપકડ

છત્તીસગઢના રાયપુરથી ધરપકડ કરવામાં આવી

અત્યાર સુધી કુલ 8 આરોપી ઝડપાયા

11 આરોપી હજુ ફરાર

હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાને મામલે SIT ટીમને મોટી સફળતા હાથ લાગી છે.SITએ ગોપાલ શાહની છતીસગઢના રાયપુરથી ધરપકડ કરી છે. અત્યારસુધી પોલીસે આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. હોડી દુર્ઘટનાના આરોપી ગોપાલદાસ શાહ વડોદરા કોર્પોરેશનમાં એક સમયે ટાઉન પ્લાનીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન તેઓને કોર્પોરેશન દ્વારા ટર્મીનેટ કરવામાં આવ્યા હતા. ગાપાલદાસ શાહ આર્કિટેક હોવાથી તેઓએ કન્સલન્ટન્સી શરૂ કરી હતી.

કહેવાય છે કે, હોડી દુર્ઘટનામાં આરોપી આ ગોપાલદાસ શાહે પાવાગઢ અને અયોધ્યાના પ્રોજેક્ટ સહિત ગુજરાતમાં 50 જેટલા પ્રોજેક્ટોમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કન્સલન્ટન્સીનું કામ કર્યું છે. નોંધનીય બાબત એ છે કે, મેસર્સ કોટિયા પ્રોજેક્ટની કોઇ લાયકાત ન હોવા છતાં, જે તે સમયે સ્થાયી સમિતીની બેઠક મળતા પૂર્વે મળેલી સંકલનમાં અને તે બાદ સ્થાયી સમિતીમાં કામ મંજૂર થયું. ત્યારથી જ વર્તમાન હોડી દુર્ઘટનાના આરોપીઓએ પૂર્વ આયોજન પ્રમાણે હરણી મોટનાથ તળાવનો 30 વર્ષ સુધી કબજો લેવાનો ખેલ પાડી દીધો હતો. મેસર્સ કોટિયા પ્રોજેક્ટ તો હરણી મોટનાથ તળાવનું ટેન્ડર ભરવા માટેનું એક હોડી દુર્ઘટનાના આરોપીઓ ગોપાલદાસ શાહ, પરેશ શાહ અને નિરજ જૈનનું એક પ્યાદું જ હતું.

Next Story