વડોદરા : મેયરના વોર્ડમાં કાંસનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, રહીશો થયા ભયભીત...

ચોમાસામાં વડોદરાના રસ્તા પર ખાડા અને ભૂવા પડ્યા બાદ હવે કાંસ બેસી જવાની ઘટના સામે આવી છે.

New Update

ચોમાસામાં વડોદરાના રસ્તા પર ખાડા અને ભૂવા પડ્યા બાદ હવે કાંસ બેસી જવાની ઘટના સામે આવી છે.

શહેરના હરણી-વારસીયા રોડ પર આવેલી રહેણાંક વિસ્તાર પાસેની કાંસનો ભાગ એકાએક ઘડાકાભેર બેસી ગયો હતો. જેના કારણે રહીશો ડરના માર્યા સફાળા જાગી ગયા હતા.

વડોદરાના હરણી વારસીયા રોડ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી વરસાદી કાંસનો ભાગ ધડાકાભેર બેસી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે લોકોની સવાર જ ભયભીત માહોલ વચ્ચે થઇ છે. ઘટના અંગે સ્થાનિક કોર્પોરેટર અજીત દધીચને જાણ કરવામાં આવતા તાત્કાલીક રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મેયરના વોર્ડમાં અગાઉ પાણીની સમસ્યા લાંબા સમય સુધી સામે આવી હતી. હવે  કાંસ બેસી જવાની ઘટના સામે આવી છે. હરણી વારસીયા રીંગ રોડ પર આવેલા શિવમ બંગલો પાસેથી પસાર થતી વરસાદી કાંસનો મોટો સ્લેબ ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે. આ કાંસ પર મુકવામાં આવેલો બાંકડો પણ સ્લેબ સાથે પડી ગયો છે. રહેણાંક વિસ્તારની મધ્યમમાંથી પસાર થકી કાંસનો ભાગ બેસી જવાના કારણે રહીશોમાં ભારે ડર સાથે રોષની લાગણી જોવા મળી રહી છે.

 

#Gujarat #CGNews #Vadodara #Baroda #collapsed #drainage
Here are a few more articles:
Read the Next Article