વડોદરામાં વિદેશી વિદ્યાર્થીનીદાદાગીરી
કન્સ્ટ્રક્શન સાઈટનામેનેજર પર કર્યો હુમલો
ઝિમ્બાબ્વેનો યુવક ખાનગીયુનિવર્સિટીમાંકરે છે અભ્યાસ
યુવકેડિપોઝીટનારૂપિયા મુદ્દે કર્યો હુમલો
તોફાની વિદ્યાર્થીએપોલીસનેપણ મારી થપ્પડ
વડોદરાની જાણીતી પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝિમ્બાબ્વેના એક વિદ્યાર્થીએડિપોઝીટના રૂપિયા બાબતે એક વૃદ્ધને માર માર્યો હતો,તેમજ રૂપિયા 14 હજાર રૂપિયા પણ ટ્રાન્સફર કરી લીધા હતા,જ્યારે ઘટનામાં પોલીસ મધ્યસ્થી બનતા તોફાની વિદ્યાર્થીએપોલીસ પર પણ હુમલો કર્યો હતો.
વડોદરાનાઆજવા રોડ ખાતેનીડવ ડેક સોસાયટીની ઓફિસમાંમૂળ હાલોલના અને ખાનગી કન્સ્ટ્રક્શન સાઈટના મેનેજર58 વર્ષીય રમેશ અગ્રવાલબેઠા હતા,તે સમયે પારૂલયુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝિમ્બાબ્વેના વિદ્યાર્થીએ ડિપોઝીટના રૂપિયા બાબતેતેમના પર હુમલો કર્યો હતો.અને વિદ્યાર્થીએ આ સિનિયર સિટીઝનને ઢસડી-ઢસડીને માર માર્યો હતો. વૃદ્ધનેમાર મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને તેમની આંખના ભાગે પણ ગંભીર ઇજા થઈ હતી.આ ઉપરાંત શરીરના ભાગે પણ ઈજાઓ પહોંચી છે. ત્યારબાદ તેમનો મોબાઈલ ઝૂંટવીને 14,000 રૂપિયા જબરદસ્તી તેના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.અને ઘટના અંગે કપુરાઇ પોલીસનેજાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.
જોકે આ તોફાની વિદેશી વિદ્યાર્થીએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો.પોલીસકર્મી પૃથ્વીસિંહને થપ્પડો અને લાતો મારી હતી, જેથી તેઓ નીચે પડી ગયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત બીજા પોલીસકર્મી રમેશજેમલભાઈને પણ થપ્પડ મારી દીધી હતી.પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો ઝિમ્બાબ્વેનો વિદ્યાર્થી વોશિંગ્ટન ટકુરાહોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આ વિદેશી વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂકરી છે.