વડોદરા : લાખોની કિંમતના હાથી દાંતની તસ્કરીનો પર્દાફાશ, SOG પોલીસે કરી 2 શખ્સોની ધરપકડ...

વડોદરા SOG પોલીસે લાખોની કિંમતના હાથી દાંતની તસ્કરી કરતાં 2 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

વડોદરા SOG પોલીસે લાખોની કિંમતના હાથી દાંતની તસ્કરી કરતાં 2 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમ 9 હેઠળ હાથી દાંતના ધંધાને સરકારે ગેરકાયદેસર જાહેર કર્યો છે. તેવામાં વડોદરા શહેરમાંથી લાખોની કિંમતના હાથી દાંતની તસ્કરીનો પર્દાફાશ થયો છે. વડોદરા SOG પોલીસે હાથી દાંત તસ્કરીનું રેકેટ ઝડપી પાડ્યું હતું. શહેરના યાકુતપુરા વિસ્તારમાંથી SOG પોલીસે ઇરફાન શેખ અને આઝાદ પઠાણ નામના શખ્સની 2 હાથી દાંત સાથે ધરપકડ કરી હતી. આ બન્ને શખ્સો રિક્ષામાં હાથી દાંત વેચવા માટે ફરી રહ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. હાથી દાંત વિદેશથી મંગાવ્યા હોવાની આશંકા સાથે આંતરરાષ્ટ્રીય કૌભાંડની દિશામાં પોલીસ સહિત વન વિભાગે તપાસને વધુ તેજ કરી છે.

Latest Stories