Connect Gujarat
વડોદરા 

વડોદરા: સરહદ પર દેશવાસીઓની રક્ષામાં ખડેપગે રહેતા જવાનો માટે રાખડી મોકલવાનુ અભિયાન

ભારતીય સરહદ પર તૈનાત જવાનો ટાઢ તડકો વરસાદ જોયા વગર 24 કલાક આપણી રક્ષા કરવા પોતાના પરિવારથી દૂર આપણી સુરક્ષા માટે ફરજ બજાવી રહયા છે

X

દેશની સરહદ પર દેશવાસીઓની રક્ષામાં ખડેપગે રહેતા જવાનોનો આભાર માનવા તેમજ દેશમાં રહેતી તેમની બહેનોની રક્ષા કરવાનો મેસેજ આપવા તેમને રાખડી મોકલવાનું અભિયાન વડોદરા શહેરના શિક્ષક સંજય બચ્છાવે 9 વર્ષ પહેલા 2015 માં 75 રાખડીઓથી શરૂ કરેલું અભિયાન આજે 55,000 રાખડીઓ સુધી પહોંચ્યું છે.

ભારતીય સરહદ પર તૈનાત જવાનો ટાઢ તડકો વરસાદ જોયા વગર 24 કલાક આપણી રક્ષા કરવા પોતાના પરિવારથી દૂર આપણી સુરક્ષા માટે ફરજ બજાવી રહયા છે ત્યારે તહેવારોમાં પોતાના પરિવારોની યાદ આવે તે સ્વાભાવિક છે. વડોદરાના એક શિક્ષક અને લેખક સંજય બચ્છાવ દ્વારા 9 વર્ષ પહેલા વિદ્યાર્થીઓની સહાયથી સરહદ પરના જવાનો માટે રક્ષાબંધનના પર્વ પર રાખડીઓ મોકલીને તેમના પ્રત્યે આભાર પ્રદર્શિત કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આજે નવમાં વર્ષે પણ આ ઉપક્રમ યથાવત છે અને આ વર્ષે 55,000થી વધુ રાખડીઓ મળી છે જેને સરહદ પર 4 સ્થળોએ ફરજ બજાવતા જવાનોને મોકલવામાં આવી છે. તેમના આ અભિયાનમાં 100 થી વધારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયેલા છે.આ વર્ષે કુલ પંચાવન હજારથી વધુ રાખડી કારગીલ, સિયાચીન, ગલવાન ઘાટી અરુણાચલ પ્રદેશની ભારત ચીનની સરહદ પર તૈનાન સૈનિકોને મોકલવામાં આવશે.

Next Story