વડોદરા : સાવધાન..! બ્રાન્ડેડ સિમેન્ટ વાપરતા પહેલા ખરાઈ કરજો, ડુપ્લીકેટ તો નથી ને..!

મકરપુરા પોલીસ હદ વિસ્તારમાં આવેલ જાંબુવા બ્રિજ નજીક આઈડિયલ સ્કૂલની પાછળના સેડમાંથી પોલીસે ડુપ્લીકેટ સિમેન્ટ બનાવતું આખેઆખું ગોડાઉન ઝડપી પાડ્યું હતું.

New Update
વડોદરા : સાવધાન..! બ્રાન્ડેડ સિમેન્ટ વાપરતા પહેલા ખરાઈ કરજો, ડુપ્લીકેટ તો નથી ને..!

વડોદરા જિલ્લાના મકરપુરા પોલીસ હદ વિસ્તારમાં આવેલ જાંબુવા બ્રિજ નજીક આઈડિયલ સ્કૂલની પાછળના સેડમાંથી પોલીસે ડુપ્લીકેટ સિમેન્ટ બનાવતું આખેઆખું ગોડાઉન ઝડપી પાડ્યું હતું.

વડોદરા શહેર તથા જીલ્લામાં કેટલાક ઇસમો છેલ્લા ઘણા સમયથી સસ્તા સિમેન્ટનો ઉપયોગ કરી બ્રાન્ડેડ સિમેન્ટની થેલીઓમાં આ સિમેન્ટને ભરી ઉંચા ભાવે વેચાણ કરતા હોવાની મકરપુરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે મકરપુરા પોલીસે જાંબુવા બ્રિજ નજીક આઈડિયલ સ્કૂલની પાછળના સેડમાંથી પોલીસે ડુપ્લીકેટ સિમેન્ટ બનાવતં આખેઆખું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. પોલીસે દરોડા પાડી ડુપ્લીકેટ સિમેન્ટનો જથ્થો તેમજ 2 આઇસર મળી રૂપિયા 24 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.