Connect Gujarat
વડોદરા 

વડોદરા : ગૌરી વ્રતની અનોખી રીતે ઉજવણી, મુસ્લિમ દીકરીઓએ હિન્દુ દીકરીઓના હાથમાં મહેંદી મુકી આપી...

ગૌરી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે વડોદરામાં મુસ્લિમ યુવતીઓએ હિન્દુ દીકરીઓના હાથમાં મહેંદી મુકી આપી કોમી એખલાસના દર્શન કરાવ્યા હતા.

X

ગૌરી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે વડોદરામાં મુસ્લિમ યુવતીઓએ હિન્દુ દીકરીઓના હાથમાં મહેંદી મુકી આપી કોમી એખલાસના દર્શન કરાવ્યા હતા.

તા. 1 જુલાઇ શનિવારથી ગૌરી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે વડોદરામાં સામાજીક કાર્યક્રર નિશિતા રાજપૂત દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૌરી વ્રત કરનાર હિન્દુ દીકરીઓને ડ્રાયફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આર.એન.પંડ્યા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 51 મુસ્લિમ દીકરીઓએ જે હિન્દુ દીકરીઓ અલુણા વ્રત કરવાની છે, તેઓને હાથમાં મહેંદી મુકી આપી હતી. છેલ્લા 15 વર્ષથી આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, ત્યારે આ અનોખા કાર્યક્રમ થકી કોમી એખલાસના દર્શન કરાવ્યા હતા.

Next Story